બધા જ વૃદ્ધ લોકોને ડિમેન્શિયા નથી થતું. ડિમેન્શિયા અનેક બીમારીઓને કારણે થાય છે.

ડિમેન્શિયા એટલે શું?

આપણું મગજ આપણે જે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, યાદ રાખીએ છીએ અને કરીએ છીએ તે બધું નિયંત્રિત કરે છે.

એવી બીમારીઓ છે જે વ્યક્તિએના મગજને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે. જ્યારે કોઈ વ્યક્તિને આમાંથી કોઈ એક બીમારી હોય છે, ત્યારે તેઓને વિચારવામાં, યાદ રાખવામાં અને બોલવામાં તકલીફ હોય શકે છે. તેઓ એવી વસ્તુઓ કહી અથવા કરી શકે છે જે અન્ય લોકોને વિચિત્ર લાગે, અને તેઓને રોજીંદા કામ કરવા વધુ મુશ્કેલ લાગી શકે છે. બની શકે કે તેઓ પહેલા જે વ્યક્તિ હતા તેવા દેખાય નહીં.

જ્યારે સસમય જતાં આ સમસ્યાઓ વધુ વકરી જાય, ત્યારે ડોકટરો તેમને વર્ણવવા માટે ડિમેન્શિયા શબ્દનો ઉપયોગ કરી શકે છે.

ડિમેન્શિયા એવી કોઈ વસ્તુ નથી કે જે દરેક વ્યક્તિને ઉંમર વધવાની સાથે થાય છે. તે વિવિધ રોગોને કારણે થાય છે. આ રોગો મગજએના જુદા જુદા ભાગોને અસર કરે છે, તેથી તે દરેક લોકોને જુદી જુદી રીતે અસર કરે છે.

ડિમેન્શિયાથી કોને અસર થાય છે?

ડિમેન્શિયા કોઈને પણ અસર કરી શકે છે.

  • યુકેમાં લગભગ 1,000,000 લોકોને ડિમેન્શિયા છે.
  • યૂકેમાં પૂ રુષો કરતાંડિ મેન્શિયા થાય છે સ્ત્રીઓને વધારે.
  • 65 વર્ષથી વધુ ઉંમરએના લોકોને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ હોય છે, પરંતુ તે યુવાન લોકોને પણ અસર કરી શકે છે.

ડિમેન્શિયા કોઈ વ્યક્તિને કેવી રીતે અસર કરે છે?

આપણામાંએના મોટા ભાગએના લોકો સમયાંતરે વસ્તુઓ ભૂલી જાય છે, જેમ કે આપણે આપણી ચાવીઓ ક્યાં છોડી દીધી હતી. આનો અર્થ એ નથી કે આપણને ડિમેન્શિયા છે. જ્યારે કોઈ વ્યક્તિને ડિમેન્શિયા હોય છે, ત્યારે લક્ષણો ધીમે ધીમે વધુ ખરાબ થાય છે જેથી તે રોજિંદા જીવનએના માર્ગમાં અવરોધ રૂપ બને છે

જ્યારે લોકોને ડિમેન્શિયા હોય છે, ત્યારે તમે આમાંએના કેટલાક લક્ષણો થતા જોઈ શકો છો:

confusion for web

તાજેતરની ઘટએનાઓ, એનામ અને ચહેરાને ભૂલી જવું.

Icons-ARUK-Fearless Orange_Calendar

તારીખ અથવા દિવસએના સસમય વિશે ખાતરી ન હોવી.

repeat icon AT

ટૂંકા સસમયમાં સમાન પ્રશ્નો વારંવાર પૂછવા.

Icons-ARUK-Cool Mandarin_Getting lost

ખોવાઈ જવું, મોટે ભાગે નવી જગ્યાઓ પર.

Icons-ARUK-Cool Mandarin_Magnifying glass

વસ્તુઓને ખોટી જગ્યાએ મૂકવી.

Icons-ARUK-Occasional Teal_Chat

યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો અથવા અન્ય લોકોએના શબ્દો સમજવામાં મુશ્કેલી અનુભવવી.

decisions icon AT

ધ્યાન આપવામાં તથા સરળ નિર્ણયો લેવામાં મુશ્કેલી આવવી.

Icons-ARUK-Fearless Orange_Sadness

કોઈ વ્યક્તિ કેવું અનુભવે છે અને વર્તન કરે છે તેમાં ફેરફાર થવો જેમ કે દુ:ખી થવું કે સરળતાથી ઉદાસ થઇ જવું, અથવા વસ્તુઓમાંથી રસ ગુમાવી દેવો.

તે શા માટે થાય છે?

ડોકટરો અને વૈજ્ઞાનિકો ડિમેન્શિયા થવાએના કારણો સહીત તેએના વિશે વધુ જાણવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

કેટલાક લોકોને અન્ય લોકો કરતા ડિમેન્શિયા થવાની શક્યતા વધુ હોય છે, જેમ કે જેમને સ્ટ્રોક થયો હોય અથવા જેમને આ છે:

  • ડાયાબીટીસ
  • ઉચ્ચ રક્ત ચાપ
  • ઉચ્ચ કોલેસ્ટ્રોલ
  • હતાશા.

શું કોઈ ઈલાજ છે?

હાલમાં એવી કોઈ દવાઓ નથી કે જે ડિમેન્શિયાનો ઈલાજ કરી શકે.

એકવાર કોઈ વ્યક્તિને ડિમેન્શિયા થાય, તો તે તેને આખી જીંદગી રહેશે તે સમય જતાં વધારે ખરાબ થશે.

એવી કેટલીક દવાઓ છે જે રોજિંદા જીવનને થોડું સરળ બએનાવીને થોડા સસમય માટે મદદ કરી શકે છે. એવી જૂથ પ્રવૃત્તિઓ પણ હોઈ શકે છે જેમાં લોકો તેમએના લક્ષણો સાથે વધુ સારી રીતે જીવવામાં મદદ કરવા માટે ભાગ લઈ શકે છે. તમારા ડોક્ટર તમને આ વિશે વધુ જણાવી શકે છે.

શું હું મારી જાતને ડિમેન્શિયા થતા રોકી શકું?

કોઈને પણ ડિમેન્શિયા થતો રોકવાનો કોઈ ચોક્કસ રસ્તો નથી, પરંતુ એવી વસ્તુઓ છે જે આપણે કરી શકીએ છીએ જેએનાથી તે થવાની શક્યતા ઓછી થઈ શકે છે.

Icons-ARUK-Occasional Teal_Heart_Heart

તમારા ડોક્ટરને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સહિત તમારા હૃદયએના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે કહો અને જો તે ખૂબ વધારે હોય તો તેમની સલાહને અનુસરો.

apple icon AT

પુષ્કળ ફળો અને શાકભાજી સાથે સંતુલિત આહાર લો.

Blood drop

જો તમને ડાયાબિટીસ હોય, તો તમારા ડોક્ટરની સલાહનું પાલન કરો.

Brain icon

તમારા મગજનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો – એવી પ્રવૃત્તિઓ અથવા સામાજિક જૂથો દ્વારા જેથી તમને આનંદ મળે.

No smoking-Cool Mandarin

ધૂમ્રપાન કરશો નહીં.

running icon AT

સક્રિય રહો અને લાંબા સસમય સુધી ન બેસી રહેવાનો પ્રયાસ કરો.

scale icon

તમારું વજન જાણવી રાખો.

beer icon AT

દર અઠવાડિયે 14 યુનિટથી ઓછા આલ્કોહોલનું સેવન કરો.

મદદ માટે ક્યાં જવું

જો તમને લાગતું હોય કે તમે જાણતા હો એવા કોઈને ડિમેન્શિયા હોઈ શકે છે, તો તેમને તેમએના ડોક્ટરની પાસે જવા માટે પ્રોત્સાહિત કરો.

ડોક્ટર તેમની સમસ્યાઓનું કારણ શું હોઈ શકે તે તપાસશે. કેટલીકવાર, વ્યક્તિને બીજા ડોક્ટર પાસે મોકલવામાં આવી શકે છે જે તેમને કહી શકે કે તેમને ડિમેન્શિયા છે કે નહીં. જો તમારા સંબંધી અથવા મિત્ર તમને કહે તો તમે તેમની સાથે જઈ શકો છો.

જો ડોક્ટર કંઈપણ એવું કહે એના વિશે તમને ખાતરી નથી, તો તમે તેમને સમજાવવા માટે કહી શકો છો.

તમને મદદરૂપ થઈ શકે એવા કોન્ટેક્ટ

Admiral Nurses ડિમેન્શિયા થયું હોય તેઓને અને તેઓના કુટુંબને મદદ, ટેકો અને સલાહ પૂરી પાડે છે.
0800 888 6678

Alzheimer’s Society લૉકલ સપોર્ટ ગૃપ વિષે મદદ આપે છે. ટેલિફોન દ્વારા ટ્રાન્સલેશન સર્વિસ પણ આપે છે.
0333 150 3456

Alzheimer Scotland જેઓ સ્કોટલેંડમાં રહેતા હોય તેઓ માટે સપોર્ટ સર્વિસ ઓફર કરે છે.
0808 808 3000

નવે 2022 માટે લીફલેટ અપડેટ કર્યું નવેમ્બર 2024 માટે રિવ્યૂ ડ્યૂ

Infoline banner-Alternative (1)

Dementia Research Infoline

0300 111 5 111
ડિમેન્શિયા રિસર્ચ વિષે પ્રશ્નો હોય અથવા ભાગ લેવા વિષે પૂછવું છે?
ફોન કરો સોમથી શુક્ર નવ-પાંચ
વાત ખાનગી રાખીએ છીએ અને ટેલિફોન ટ્રાન્સલેશન સર્વિસ છે.
infoline@alzheimersresearchuk.org