ડિમેન્શિયા વિષે માહિતી

બધા જ વૃદ્ધ લોકોને ડિમેન્શિયા નથી થતું. ડિમેન્શિયા અનેક બીમારીઓને કારણે થાય છે.

ડિમેન્શિયા શું છે?

મગજને કારણે આપણે વિચારીએ છીએ, કરીએ છીએ, બોલીએ છીએ. મગજમાં આપણી યાદીઓ પણ રાખેલી હોય છે.

અનેક બીમારીઓને કારણે વ્યક્તિનું મગજ બરાબર ચાલી શક્તું નથી. જ્યારે આવી કોઈ બીમારી થાય ત્યારે તેને યાદ રાખવામાં, વિચારવામાં, બોલવામાં અને રોજીંદી બાબતો કરવામાં તકલિફ થાય છે. તેઓ એવું કરશે કે બોલશે જે બીજાઓને વિચિત્ર લાગે. તેઓ પહેલા હતા એવા વ્યક્તિ નથી.

આવી અનેક તકલિફોને ડૉક્ટરો ડિમેન્શિયા તરીકે જાણે છે.

મોટા ભાગના લોકો જેઓને ડિમેન્શિયા હોય છે તેઓને આલ્ઝાઈમર્સ ડિઝિઝ અથવા
નસનું ડિમેન્શિયા
હોય છે, પણ બીજા અનેક જાતના ડિમેન્શિયા પણ હોય છે.

 

એ શાના કારણે થાય છે?

બધા વૃદ્ધ લોકોને ડિમેન્શિયા નથી થતું. ડિમેન્શિયા અનેક બીમારીઓને કારણે થાય છે.

આ બિમારીઓ મગજના અલગ અલગ ભાગને અસર કરે છે અને લોકોને અલગ અલગ રીતે અસર થાય છે.

હમણાં આપણને ખબર નથી કે શા માટે અમૂક લોકોને એ થાય છે અને અમૂને નહિ. ડૉક્ટરો અને વિજ્ઞાનિકો આ જાણવા વિષે મહેનત કરે છે.

 

ડિમેન્શિયાથી વ્યક્તિને શું થાય છે?

આપણે બધા અમૂક વખતે ભૂલી જાઈએ છીએ, જેમ કે ચાવી ક્યાં મૂકી. એનો અર્થ એ નથી કે આપણને ડિમેન્શિયા છે. ડિમેન્શિયા ધીમે ધીમે થાય છે અને રોજીંદા જીવનને નડે છે.

જ્યારે કોઈને ડિમેન્શિયા શરૂ થાય ત્યારે તમને કદાચ આવા લક્ષણો દેખાશે:

હમણાંની બાબતો, નામ અને ચહેરાઓ ભૂલી જાય.

થોડી થોડી વારે એકનાં એક જ સવાલો પૂછે.


ખોટી જગ્યાએ વસ્તુઓ મૂકે.

એક બાબત પર ધ્યાન રાખવામાં અથવા સાદા નિર્ણયો લેવામાં તકલિફ પડે.


કયો દિવસ થયો અથવા કેટલા વાગ્યા ભૂલી જાય.

મોટે ભાગે નવી જગ્યાએ ભૂલા પડી જાય.


જે બોલવું હોય એ ન બોલે અથવા બીજા લોકો શું કહે છે એ બરાબર ન સમજે.

તરત જ મૂડ બદલાય જાય, ક્યારેક એકદમ નારાજ થઈ જાય, અથવા કોઈ પણ બાબતોમાં રસ ન હોય.


જેમ જેમ ડિમેન્શિયા વધે એમ એમ વ્યક્તિને ચોખ્ખી રીતે બોલવામાં અને તેમને કેવું લાગે છે એ કહેવામાં તકલિફ થઈ શકે. તેઓને ખાવા-પીવામાં, નાવા-ધોવામાં અથવા કપડા પહેરવામાં અથવા ટોઈલેટ જવામાં તકલિફ થઈ શકે.

 

ડિમેન્શિયાની અસર કોની પર પડે છે?

ડિમેન્શિયા સામાન્ય હોય છે.

યૂકેમાં દરરોજ 600 લોકોને ડિમેન્શિયા થાય છે.

યૂકેમાં પૂરુષો કરતાં
સ્ત્રીઓને વધારે
ડિમેન્શિયા થાય છે.

જે લોકોની ઉમંર 65 થી વધારે હોય, તેઓને ડિમેન્શિયા થઈ શકે, પણ એનાથી જૂવાનોને પણ થઈ શકે .

 

અમૂક લોકોને ડિમેન્શિયા થઈ શકે છે, જેમ કે જેઓને સ્ટ્રોક થયો હોય અથવા જેઓને:

  • ડાયાબિટીસ
  • હાય બ્લડ પ્રેશર
  • હાય કલેસ્ટ્રોલ
  • ડિપ્રેશન.

 

એનો કોઈ ઈલાજ છે?

હમણાં ડિમેન્શિયા માટે કોઈ ઈલાજ નથી. જ્યારે વ્યક્તિને ડિમેન્શિયા થાય, એમને જીવનભર રહે છે.


અમૂક દવાઓ થોડો વખત મદદ કરી શકે જેથી રોજીંદુ જીવન થોડુ સહેલું બને. અમૂક જાતની ગૃપ એક્ટિવિટી લોકો કરી શકે જેથી મદદ મળે. તમારા ડૉક્ટરો તમને વધારે જણાવી શકે.

એવી કોઈ દવા નથી જે આ બીમારીને રોકી શકે. તેથી સમય જતા વધારે બગડે છે.

 

શું હું પોતાને ડિમેન્શિયા થતા રોકી શકું?

હમણાં એવી કોઈ રીત નથી જેને લીધે ડિમેન્શિયાને થતા રોકી શકાય. પણ તમે અમૂક પગલા લઈ શકો છો જેથી એની શક્યતા ઓછી થઈ શકે:

તમારા ડૉક્ટરને કહો કે તમારું હાર્ટ, બ્લડ પ્રેશર અને કલેસ્ટ્રોલ માપે અને જો વધારે હોય તો તેઓની સલાહ લો.

તમને ડાયાબિટીસ હોય તો તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે કરો.


સિગરેટ ન પીઓ.

ખાવા-પિવામાં ધ્યાન રાખો, શાકભાજી અને ફ્રૂટ વધારે ખાવ.


તમારું વજન યોગ્ય રાખો.

બહુ વધારે બેઠા ન રહો, એક્ટવ રહો.


તમારું મગજ વાપરો – એક્ટિવિટી કરો, સોશિયલ ગૃપનો આનંદ માણો.

દર અઠવાડ્યે 14 યૂનિટથી વધારે દારુ ન પિઓ.

 


નવે 2018 માટે લીફલેટ અપડેટ કર્યું
નવેમ્બર 2020 માટે રિવ્યૂ ડ્યૂ